આલાપ રોડ,પર આવેલા પટેલનગર સોસાયટીની શેરીઓમાં મુખ્ય વળાંક પાસે છેલ્લા એકાદ મહિના પહેલા પ્રાઇવેટ કંપનીના માણસો દ્વારા વાયર નાંખવા માટે રસ્તા પર આડેધડ ખાડા ખોદી અધુરું કામ મુકી જતા રહ્યાં હોય આ વિસ્તારમાં અવર જવર કરતા લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ સોસાયટીના રહીશો માટે, આવતા જતા વાહનો માટે, રમતા બાળકો માટે, સ્કૂલ વાહનો માટે બહાર રહેલા વાયર ખૂબ જોખમી બની રહ્યા છે આ બાબતે પાલિકા ના સતાધીશો કંઇક પગલાં લે તેવી લોક માંગણી સાથે લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે
