Friday, May 16, 2025

બગસરા ગામે મીઠા ઉત્પાદન માટે મળેલ જમીનના લાભાર્થીને છરી લઈને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા : માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા કિશોરભાઈ નામના વ્યક્તિને મીઠા ઉત્પાદન માટે 30 વર્ષના ભાડાપટ્ટે 10 એકર જમીન ફાળવવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જેથી લાભાર્થી દ્વારા આ જમીન પર બાંધકામ કરવાનું શરૂ કરવામાં આવતા કેટલાક ઈસમોએ ત્યાં આવીને કિશોરભાઈને છરી લઈને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના બગસરા ગામે રહેતા અશોકભાઈ વાઘેલાએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, તેમને મીઠા ઉત્પાદન માટે 10 એકર જમીનનો હુકમ મળેલ છે અને લીજ એગ્રીમેન્ટ પણ કરેલ છે તેમજ કબજો પણ મળેલ છે તો આજે સવારે 9 વાગ્યાના અરસામાં જે મીઠા ઉત્પાદન માટે જમીન મળેલી છે તેમાં તેઓ રોજી રોટી માટે બાંધકામ પાળા કામ કરતા હતા ત્યારે જુસુબ આમદભાઈ મીંયાણાએ છરી લઈને તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો અને તેમની સાથે આશરે 10 વ્યક્તિઓએ મળીને છરી બતાવી અને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કામ બંધ કરી દે અને જો આ જમીન વાળી તો તને મારી નાખીશ અને આ જમીન મીંયાણાના કબજે છે તેવી ધમકી આપી હતી.

આ ઉપરાંત અશોકભાઈના પિતા સુજાભાઈને પણ આ જમીનમાં બાંધકામ કરતા નહીં અને જો જમીનમાં પગ પણ દિધો તો તમામને મારી નાખીશ એવી ધમકી આપી હતી જેથી પોલીસ બંદોબસ્ત આપીને તેમના પરિવારને રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર