મોરબી તાલુકાના બાદનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસે હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાદનપર ગામે વિમલભાઈ મુળજીભાઈ કટેસીયાના ઘેર દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ-57 કિંમત રૂપિયા 28,720 ઝડપી લેવામાં આવી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિમલભાઈ મુળજીભાઈ કટેસીયા હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
