ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાં: ગોરખીજડીયા ગામના યુવા સરપંચે કરી રજૂઆત
મોરબી તાલુકાના ગોરખીજડીયા-જેપુર-વનાળિયા સહિતના ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થય છે. આ અંગે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ જાહેર આરોગ્ય સુખાકારી પેટાવિભાગ નાયબ ઈજનેરને લેખિત રજુઆત કરી છે.
ગૌતમભાઈ મોરડીયાએ લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળિયા અને જેપુર ગામમાં છેલ્લા ૧૫ દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેથી તાત્કાલિક ધોરણે પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે.