ગુજરાતમાં ભુજ કચ્છ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું 18-19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે દિવસીય આયોજન રાજ્યગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં શિક્ષણક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ ઉપરાંત વિશેષ પ્રવૃત્તિ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શિક્ષક પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી કમિટી દ્વારા આવા શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
જેમાં ખાખરાળાના વતની અને હાલ મોરબી જિલ્લામાં નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ શિક્ષક શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી. જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. જેને કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી, જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ તેમજ તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે. શિક્ષણની સાથે સાથે તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે.તેઓના આ પ્રકારના ઇનોવેટીવ શિક્ષણકાર્ય પદ્ધતિથી તેઓને જુદા જુદા દશેક જેટલાં વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યા છે.તેમને મળેલ આ ઇન્ટરનેશનલ એવોર્ડથી શિક્ષણજગતમાં પોતાની શાળા ઉપરાંત મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...