મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા એમ.પી.દોશી વિદ્યાલય ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત SVS કક્ષાના ‘કલાઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં ટંકારા તાલુકાની ચાર QDCના મળી કુલ ૨૮ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, ગાયન અને વાદન સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦ ,રૂ.૩૦૦ અને રૂ.૨૦૦નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું
ટંકારા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાઓમાં શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓ વચ્ચે તાલુકા કક્ષાએ પણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, પેન અને ૨૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.આ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક ના વિજેતાઓ જિલ્લા કક્ષા ની સ્પર્ધાઓમાં ભાગ લેશે.
આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનર આર.પી.મેરજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક વિષયને અનુરૂપ તજજ્ઞ નિર્ણાયકોની સેવા લેવામાં આવી હતી.
આ વિવિધ સ્પર્ધાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષક સંજયભાઈ પટેલ ,લલ્લુભાઈ દેસાઈ , ભાવેશભાઈ સંઘાણી, જીવતીબેન પીપળીયા, તુલસીભાઈ દુબરીયા અને માધ્યમિક શાળાના શિક્ષક તરુણાબેન કોટડીયા, અર્ચનાબેન ડોડીયા, સંગીતાબેન દેસાઈ તથા કલ્પનાબેન મેરજા, ભાર્ગવભાઈ દવે, તુષારભાઈ પૈજા, ભરતભાઈ વડગાસીયા તથા શ્રી એમ.પી.દોશી વિદ્યાલય શાળાના આચાર્ય વી.એ. ખાંભલાએ વિવિધ સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.
આ કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, હરેશભાઇ ભાલોડિયા, તરુણાબેન કોટડીયા, રમેશભાઈ ભુંભરીયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે શ્રી મહર્ષિ દયાનંદશાળા વિકાસ સંકુલ ટંકારાના કન્વીનર આર. પી. મેરજાએ વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એસ.પી. સરસાવાડીયા, અધ્યક્ષ લાલજીભાઈ કગથરા, ટંકારા સ્વનિર્ભર શાળાના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા, મંત્રી વિજયભાઈ ભાડજા , સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, QDC કન્વીનર એન.આર. ભાડજા, ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્ય અસ્મિતાબેન ગામી તથા વિવિધ શાળાઓમાંથી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...