મહેંદ્રનગરમાં થયેલી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો એક ની ધરપકડ
મોરબી શહેર અને જીલ્લમાં થોડા દિવસોમાં અઢળક બાઈક ચોરી થઇ હોવાની માહિતી સામે આવી હતી ત્યારે ૮ દિવસ પહેલા મહેંદ્રનગરમાં મોડી રાત્રીના બાઈક ચોરીની કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૩/૦૪/૨૦૨૨ ના રોજ ફરિયાદી ભાવેશભાઇ હરીભાઇ વાછાણીના ઘર પાસે મહેંદ્રનગર, મીલીપાર્ક સોસાયટીમાંથી મોડી રાત્રે હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જી.જે.૦૩.સી.ક્યુ.૦૫૬૮ ચેચીસ નં. MBLHA10EJ9HL20677 એન્જીન નં. HA10EA9HL71346 જેની કિ.રૂ. ૩૦,૦૦૦/- વાળુ બાઈક ચોરી થયું હતું. જેની ફરિયાદ તેણે પોલીસમાં દાખલ કરી હતી. જેના આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૂળ અમદાવાદના આરોપી કિશનભાઇ રમેશભાઇ પટેલની ધરપકડ કરી છે. અને ઇપીકો કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.