માળિયામાં સસરા પર જમાઈનો છરી વડે હુમલો
માળિયા (મી): માળિયા (મી) ના વાગડીયા ઝાંપા નજીક આવેલ નેકમામદભાઈના સર્વીસ સ્ટેશન પાસે જાહેર રોડ પર વૃદ્ધની દિકરી રીસામણે હોય જે બાબતેનો ખાર રાખી જમાઈએ તેના સસરાને ગાળો આપી છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર વૃદ્ધે આરોપી વિરુદ્ધ માળિયા મી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) પીપળાવાસ બાપુની ડેલી પાસે રહેતા જુમાભાઈ ભારાભાઈ મોવર (ઉ.વ.૬૨) એ આરોપી યાસીન જુસબભાઈ જામ રહે. માળીયા (મી) જામનગર રોડ ઉપર તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૩-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદીની દિકરી રીસામણે હોય જે બાબતનુ આરોપી ફરીયાદીના જમાઇએ મન: દુખ રાખી આરોપીએ એકદમ ઉશકેરાઇ જઇ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ભુડા બોલી ગાળો દઇ આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે ડાબા હાથમા મારી ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર જુમાભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.