માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ -૪ રૂમનો તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગયા મેં મહિનામાં સામાન્ય સભામાં મંજૂરી મેળવી હતી. આ કાટમાળ ની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
આ હરરાજી માં ભાગ લેવા ઈચ્છતા લોકોએ એક હજાર રૂપિયા ડીપોઝીટ ભરવાની રહેશે અને કાટમાળ ની અપસેટ રકમ રૂપિયા ૧૩૪૫ નક્કી કરવામાં આવી છે. આ હરરાજી આગામી તારીખ 07-06-2022 ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેમજ આ કાટમાળ દિવસ-7 માં (તા.08-06-2022 થી 14-06-2022) સુધીમાં કાટમાળ ખસેડવાનો રહેશે
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શામજીભાઇ...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ખાડે ખાડા પડી ગયા છે જો આ રોડ પર એક અઠવાડિયામાં પેચવર્ક કામગીરી શરૂ કરવામાં નહી આવે તો મહેશ રાજકોટીયા દ્વારા કચ્છ ને જોડતા હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારા થી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પીઠ જેવી થઈ ચુકી છે...