માળિયા :- બગસરા ગામે મોરવાડિયા વાસમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા.
માળિયા પોલીસ દ્વારા માળિયાના બગસરા ગામે થી જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.
માળીયા મિયાણા પોલીસ ટીમે બગસરા ગામે મોરવાડિયા વાસમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા
(૧) દિનેશભાઇ ભીમાભાઇ પીપળીયા
(૨) હિરાભાઇ રવાભાઇ મોરવાડીયા
(૩) બેચરભાઇ ઘોઘાભાઇ પીપળીયા
(૪) લાભુભાઇ સીવાભાઇ પીપળીયા
(૫) મુનાભાઇ પ્રભુભાઇ પીપળીયા
(૬) અવચરભાઇ નવઘણભાઇ પીપળીયાને તિનપતિનો હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,400 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી