માળીયામિંયાણાના ખાખરેચી ગામમાં ધમધમતા દેશી દારૂના હાટડાઓ બંધ કરાવવા લોકમાંગ ઉઠી રહી છે. માળીયા પોલીસની હદમાં આવતા ખાખરેચી ગામમાં બુટલેગરો બેફામ બની છાશવારે ગામમાં ધમાલ કરતા હોવાની રાવ ઉઠી છે. સાંજ પડે ને દેશી કોથરીયા પોતાના લખણ ઝળકાવતા હોવાથી બહેનો દિકરીઓને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે જેમા દેશી પીને દારૂડીયો પુષ્પાના વહેમમાં સાલા ઝુકેગા નઈ જેવો તાલ સર્જી ગામ ગાંડુ કરતા હોવાની રાવ ઉઠી છે.
જેથી સ્થાનીક લોકો દ્વારા વારંવાર રજુઆત કરી હોવા છતા પોલીસની મીઠીનજર તળે દારૂડીયા બેકાબુ બની પોતાની મોજમાં મશગુલ થઈને આમ જનતાને પરેશાન કરતો હોવાની રાવ ઉઠી છે વધુમાં દેશી દારૂડીયા ગામને પોતાના પિતાજીનો બગીચો સમજી બેફામ બિભત્સ ગાળો બોલી ધમાલ કરી દાદાગીરી પર ઉતરી આવી લોકોને હેરાન પરેશાન કરતા હોય જેથી વહેલી તકે આવા લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવી બુટલેગરોને શાનમાં સમજાવી હવામાં ઉડતા તત્વો પર લાલઆંખ કરવા માંગ ઉઠી છે જો આગામી દિવસોમાં બેલગામ રહેલા દારૂડીયા અને ધમધમતા દેશીદારૂના હાટડા બંધ નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનુ પણ જાણવા મળ્યું છે.
વધુમાં દેશી દારૂના વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરો ઉપર પોલીસ પકડ ન રહેતી હોય તેવા બુટલેગરો સામે પાસાનુ શસ્ત્ર ઉગામવા પણ લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના કડક અધિકારી દ્વારા જાહેર કરેલ નંબર ઉપર પણ આ બાબતે જાણ કરવા પણ ગ્રામજનોએ તૈયારી બતાવી છે જેથી આગામી સમયમાં ખાખરેચી ગામમાં ફાટીને ધુમાડે ગયેલા દેશી દારૂડીયા અને બેલગામ બનેલા બુટલેગરોને કાયદાનું ભાન નહી કરાવવામાં આવે અને ધમધમતા દેશી દારૂના હાટડા પર પોલીસ તવાઈ નહી બોલાવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેત જોવા મળી રહ્યા છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...