માળીયાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનુ મોત
માળીયા (મી) : માળિયા (મી) તાલુકાના જેતપર (મચ્છુ) ગામે લેમીનેટ પેપર મીલમાં પેપર ભરેલી ગાંસડી ઉપર પડતા ઈજાગ્રસ્ત થતા મહીલાનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ રતનબેન રમેશભાઇ બોસીયા ઉ.વ. ૫૦ રહે- જેતપર (મચ્છુ) વાળા લેમીટ પેપર મીલમા તા- ૨૩/૦૪/૨૦૨૩ ના બપોરના અઢી વાગ્યે કામ કરતા હતા ત્યારે પેપર ભરેલી ગાંસડી કમરના ભાગ ઉપર પડતા કમરના ભાગે ઇજા થતા રાજકોટ ખાનગી હોસ્પીટલમા સારવાર માટે દાખલ થતા સારવાર દરમ્યાન તા- ૨૪/૦૪/૨૦૨૩ ના રોજ રતનબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.