માળીયા તાલુકાની જાજાસર પ્રાથમિક શાળાના શિક્ષિકા દ્વારા પુત્રના જન્મદિવસની સાર્થક ઉજવણી
આજ કાલ જન્મ દિવસ ની ઉજવણી માટે મોંઘી સોગાત અને બિનજરૂરી ખર્ચ કરી ઉજવાય છે પરંતુ શ્રી જાજાસર પ્રાથમિક શાળા ના શિક્ષકા તરીકે ફરજ બજાવતા સોલંકી જેમિની બેન અને રોનક ભાઈ દ્વાર પોતાના દીકરા નો જન્મ દિવસ ની ઉજવણી અલગ રીતે કરવામાં આવી જેમાં શાળા મા અભ્યાસ કરતા કુલ 108 બાળકો ને મધ્યાહન ભોજન મા જમવા કાયમ ઉપયોગી થાય તે માટે મધ્યાહન ભોજન ની સરસ મજાની ડિશ શાળાના ના બાળકો ને ભેટ સોગાદ આપી ને એક ઉમદા કાર્ય કરી શાળા તેમજ અન્ય વ્યક્તિ ઓ ને પ્રેરણદાયી થાય તેવું કાર્ય કરેલ છે શાળા ના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા , રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ માળિયા મીયાણા મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ , હરદેવભાઈ કાનગડ , ભાવેશભાઈ બોરીચા , ચેતનભાઈ વોરા , કેશુરભાઈ ચાવડા સારા કામ ને બિરદાવી શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો