રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 18180 માંથી7189 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી તે ઉપરાંત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને મુશ્કેલી ના પડે તે માટે સંસ્થાઓએ રહેવા સહિતની વ્યવસ્થા કરી હતી તો પોલીસ ટીમોએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની તૈયારી રાખી હતી અને આજે યોજાયેલ પરીક્ષામાં મોરબી જીલ્લામાં કુલ 18,180 માંથી 10,991 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો 7189 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૬-૦૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫...
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...