મોરબીનાં નાનીવાવડી ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો
મોરબી તાલુકાના નાની વાવડી ગામમાંથી પોલીસે હાથ બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન નાની વાવડી ગામે સિદ્ધિ વિનાયક સોસાયટીના નાકા પાસે હથિયાર સાથે એક ઇસમ હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી એંક શંકાસ્પદ મળી આવતા ઇસમની અંગજડતી લેતા પેન્ટના નેફામાંથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી તાલુકા પોલીસે આરોપી જગદીશ અમરશી રૂપાલા (ઉ.વ.૪૪) રહે નાની વાવડી સિદ્ધિ વિનાયક સોસાયટી તા. મોરબી વાળાને ઝડપી લઈને ૧૫,૦૦૦ ની કિમતની દેશી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ કબજે લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે