મોરબી : મોરબીના આંબેડકર ચોકમાં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાનજી જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા પાઠ તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ, બહેનો અને બાળકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના કાર્યકર્તાઓ હરિભાઈ સરડવા, મગનભાઈ રાઠોડ, દિનેશભાઇ વિડજા, પ્રેમજીભાઈ અઘારા, રમેશભાઈ આદ્રોજા અને ચંદુભાઈ વડાવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આંબેડકર ઉપનગર કાર્યવાહ અલ્પેશભાઈ ગાંધી અને સહસેવા પ્રમુખ વિનોદભાઈ શુકલ તેમજ હનુમાન ચાલીસા કેન્દ્રના સંયોજક દિનેશભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળના આ કાર્યક્રમ સૌએ આનંદ ઉત્સાહથી માણ્યો હતો.
