મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં દરોડો પાડી ટ્રક ડ્રાયવર રહેણાંક મકાનમાંથી રૂપિયા 14,600ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા ટ્રક ડ્રાયવર જયેશભાઇ જગદીશભાઇ પરમારે રહેણાંક મકાનમાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની 24 બોટલો કિંમત રૂપિયા 13,800 તેમજ બીયર ટીન નંગ-8 કિંમત રૂપિયા 800 મળી કુલ કિ.રૂ. 14,600નો મુદ્દામાલ મળી આવતા સિટી બો ડિવિઝન પોલીસે આરોપી જયેશભાઇ જગદીશભાઇ પરમારને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
