મોરબીના ખાખરાળા ગામથી મોરબી તરફના રોડ ઉપર રોજડા સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત
મોરબી: મોરબીના ખાખરાળા ગામ નકલંક સોસાયટીથી મોરબી તરફના રોડ ઉપર રોજડુ આડુ ઉતરતા રોજડા સાથે બાઈક અથડાતાં રોડ પર પડતાં ગંભીર ઇજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા રણજીતસિંહ નવલસિંહ જાડેજા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના દિકરા કુલદિપસિંહ ઉ.વ.૨૦ વાળાએ પોતાના હવાલાનુ યામાહા કંપનીનુ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AE-7272 વાળુ પુરઝડપે અને બેફીકરાયથી માણસની ઝીંદગી જોખમાઇ તે રીતે ગફલતભરી રીતે ચલાવતા રોડ ઉપર રોજડુ આડુ ઉતરતા મોટરસાયકલ રોજડા સાથે ભટકાતા રોડ ઉપર પડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા કુલદીપસિંહનું મોત નિપજ્યું હતું.