મોરબીના જશમતગઢ ગામે યુવક પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો
મોરબી: મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમ પાવડયારી કેનાલ પાસે માર્કેટમાં યુવકે શખ્સને કહેલ કે પોતાના કાકાને તેમના મુરઘીના થડાની બાજુમાં મુરઘીનો થડો નાંખવો છે જે બાબતે બોલાચાલી થતા એક શખ્સે યુવકને ધાર્યું મારી ફેક્ચર જેવી ઇજા પહોંચાડી જ્યારે અન્ય ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે ચારે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના વતની અને હાલ મોરબીના વીશીપરા કુલીનગર -૨ વાડી વિસ્તારમાં રહેતા તૈયબભાઈ ગુલમામદભાઈ માણેક (ઉ.વ.૩૨) એ આરોપી નિજામભાઇ ફતેમામદભાઇ મોવર, હાજીભાઇ ફતેમામદભાઇ મોવર, ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર, મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર રહે.ચારેય કાજરડા ગામ તા.માળીયા (મિ.) વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૨-૨૦૨૩ ના રોજ સાંજના સાડા સાત આઠ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમ પાવડયારી કેનાલ પાસે માર્કેટમાં ફરીયાદીએ આરોપી નિજામભાઈને કહેલ કે પોતાના કાકાને તેમના મુરધીના થડાની બાજુમા મુરધીનો થડો નાખવો છે. જે બાબતે બોલાચાલી થતા આરોપી નિજામભાઈએ બોલાચાલી કરી ગાળો આપી આરોપી હાજીભાઈએ ફરીયાદીને ધારીયુ મારતા ડાબા હાથમા ટચલી આગળી તથા તેની બાજુની આગળી વચ્ચે મારતા ઇજા થતા તથા હથેળીના ભાગે ફેકચર જેવી ઇજા કરી ગાળો આપી આરોપી ફારૂકભાઈ અને મહમદસીદીકભાઈએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી માર્યો હોવાની ભોગ બનનાર તૈયબભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
