Sunday, May 5, 2024

મોરબીના જેતપર રોડ પર આઇસર ટેન્કરે હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ જેતપર રોડ વેન્ટો સિરામિકની બાજુમાં આવેલ લાર્સન સિરામિક સામે રોડ ઉપર આઈસર ટેન્કરે હડફેટે લેતા બાઈક યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇએ આરોપી આઇસર ટેન્કર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડયો હતો.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા અને મજુરી કરતા દિનેશભાઇ ઉર્ફે દેવજીભાઈ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.૨૫), એ આરોપી આઇસર ટેન્કર રજીસ્ટર નંબર- GJ-36-T6713 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૪-૨૦૨૩ ના રોજ સાંજના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ મનોજભાઇ ઉર્ફે મયુરભાઇ ધીરૂભાઇ ઉર્ફે ધનજીભાઇ પરમાર ઉ.વ ૨૪ રહે-ગામ નવા જાબુડીયા તા.જી મોરબી વાળાના મોટરસાયકલ હિરો હોન્ડા સ્પેલેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-AA-2838 વાળુ લઇને જેતપર રોડ ઉપર જતા હતા ત્યારે વેન્ટો સિરામીકની બાજુમા આવેલ લાર્સન સિરામીક સામે રોડ ઉપર પહોચતા સામેથી જેતપર તરફથી એક આઇસર ટેન્કર રજીસ્ટર નંબર-GJ-36-T-6713 વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીના ભાઇના મોટરસાયકલ ને હડફેટ લઇ અકસ્માત કરતા માથાના ભાગે તથા પગમા તથા શરીરે ગંભીર ઇજા પહોચાળતા અને ફરીયાદીના ભાઇ સારવાર દરમ્યાન મૃત્યુ પામતા આઇસર ટેન્કર નો ચાલક પોતાની આઇસર ટેન્કર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી આઈસર ટેન્કર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી ફરીયાદના આધારે તપાસ દરમ્યાન આરોપી આઇસર ટેન્કર ચાલક દિપકભાઈ ભુરજીભાઈ રાવત (ઉ.વ.૩૧) રહે. બેલા ગામની સીમમાં આવેલ રોમેસ્ટ કારખાનાના લેબર ક્વાર્ટરમાં તા.જી. મોરબી વાળાને તા. ૦૨-૦૫-૨૦૨૩ ના રોજ મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૮,૩૦૪(અ), તથા એમ. વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર