Saturday, May 18, 2024

સુરેન્દ્રનગર જિલ્લામાં બનાવટી ભારતીય ચલણી નોટોના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: સુરેન્દ્રનગર જિલ્લાના બનાવટી ભારતીય ચલણી નોટોના બે ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા આરોપીને મોરબી સામાકાંઠે કેસરબાગમાંથી મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. ટીમ કાર્યરત હોય એ દરમિયાન પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશિકભાઇ રહીમભાઇ રાઉમાનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, (૧) સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન આઇ.પી.સી કલમ ૪૮૯બી, ૪૮૯સી. ૧૧૪ મુજબના ગુન્હાના તથા (૨) જોરાવરનગર આઇ.પી.સી.કલમ-૪૮૯સી વિ મુજબના બન્ને ગુન્હાનામા આરોપી યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી રહે, કાજરડા તા.માળીયા જી,મોરબીવાળો બનાવટી ભારતીય ચલણી નોટોના ગુન્હામા નાસતો ફરતો હોય અને હાલમાં મોરબી સામાકાંઠે આવેલ કેશરબાગની અંદર જાડ નીચે બેઠેલ હોવાની મળેલ બાતમીના આધારે સરહદુ જગ્યાએ જઇ તપાસ કરતા યુનીશ અલીમહંમદભાઇ ભટ્ટી રહે, કાજરડા તા.માળીયા જી,મોરબીવાળો ઇસમ મળી આવતા તેને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરવા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનને સોપેલ છે..

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર