મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
મોરબીના રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડીમાંનું મંદિર આવેલું છે.આ મંદિર દ્વારા રાહતદરે દવાખાનું,દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મન લીલું ઘાસ ગાયોને ખવડાવવું,દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે,દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં માંતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે
જેમાં દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ પ્રવૃત્તિઓમાં ઘનુભા ભીખુભા જાડેજા, શૈલેષકુમાર બચુભાઈ જાની વિનુભાઈ ડાંગર,રઘુવીરસિંહ ઝાલા,રમેશભાઈ પટેલ,ધીરુભા જાડેજા,રેલવેના એલ.પી.યાદવ વગેરે તન,મન અને ધનથી સેવા પૂરી પાડે છે.હાલ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 10000 દશ હજાર ફૂલસ્કેપ બુકનું વિતરણ કાર્ય ચાલુ છે જેમાં માળીયા તાલુકાના ખીરસરા, વર્ષાઅમેડી મોટા દહીંસરા કુમાર અને કન્યા શાળા,વિવેકાનંદનગર,ક્રિષ્નાનગર, મોરબીની વિકાસ વિદ્યાલય, પ્રાયોગિક શાળા, મિડલ સ્કૂલ વગેરે શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરેલ છે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં તેમજ અન્ય શાળાઓમાં હવે પછી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યા ગ્રહણ કરી આ પુણ્યકકાર્યના તમામ સહયોગીઓ ની સેવાકીય પ્રવૃત્તિઓને ખરા અર્થમાં સાર્થક કરશે એવી ખાત્રી દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપી હતી અને તમામ દાતાઓનો વિદ્યાર્થીઓ વતી અને શાળા પરિવાર વતી આભાર પ્રકટ કર્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...