મોરબીના પંચાસર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના પંચાસર રોડ પર ગીતા ઓઈલ મીલ નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર ગીતા ઓઈલ મીલ નજીકથી આરોપી રફીકભાઈ રજાકભાઈ માજોઠી રહે. મોરબી પંચાસર રોડ જનકનગર તા.મોરબી વાળાએ પોતાના એક્ટીવા મોટરસાયકલ કિં રૂ.૨૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૫૨૦ કુલ કિં રૂ.૨૦,૫૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.