Monday, April 29, 2024

મોરબીના પાટીદાર શિક્ષક સમાજ દ્વારા દશેરાના પર્વે ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી પાટીદાર શિક્ષક સમાજ-દ્વારા આયોજીત ચતુર્વિધ સમારોહ મહાનુભાવોની ઉપસ્થિતમાં સંપન્ન

મોરબી: મોરબી તાલુકામાં સારસ્વત શિક્ષક તરીકે ફરજ બજાવતા કડવા-લેવા પરિવારના બંધુ-ભગીનીઓનું ગ્રૂપ પાટીદાર શિક્ષક સમાજદ્વારા સમાજમાં એકતા અને એકજુટતા આવે હું નહિ પણ આપણેની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનું અદકેરું દેદીપ્યમાન આયોજન દશેરાના સપરમાં દિવસે પાટીદાર નવરાત્રી મહોત્સવ, રામેશ્વર પાર્ટી પ્લોટ, પાટીદાર નવરાત્રી સ્થળ ખાતે સમાજની રાજકીય, સામાંજીક અને શૈક્ષણિક સંગઠનની હસ્તીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.

જેમાં પાટીદાર શિક્ષક સમાજ – મોરબી દ્વારા મોટિવેશન, સ્નેહમિલન, તેજસ્વિતા સન્માન અને રાસોત્સવ જેવા કાર્યક્રમોને સાંકળતો ‘ચતુર્વિધ સમારોહ’ યોજાયો. મોરબી પાટીદાર શિક્ષક સમાજ દ્વારા શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અદકેરા સમારોહનું આયોજન થયું. આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહ્યાં.

આ ઉપરાંત, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે.પટેલ, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ વસંતભાઈ ગોરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી નગરપાલિકા કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, શિક્ષણવિદ્ પી.ડી.કાંજીયા જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, અધ્યક્ષ,રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા, પાટીદાર ધામ મોરબીના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા તેમજ સુશીલાબેન મેરજાએ ખાસ ઉપસ્થિત રહી પાટીદાર શિક્ષક સમાજ મોરબીના સભાસદોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું.

સમારોહની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્તુતિ દ્વારા કરવામાં આવી. સર્વે મંચસ્થ મહાનુભાવોને સરદાર પટેલનો પોઝ અર્પિત કરી આવકારવામાં આવ્યા. શાબ્દિક સ્વાગત હર્ષદભાઈ મારવણિયા દ્વારા થયું. રાજ્યમંત્રી બ્રિજેશ ભાઈ મેરજા અને મંચસ્થ મહાનુભાવોએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા.

સમારોહ અંતર્ગત ઘો.10, ઘો.12, અન્ય પરીક્ષાઓમાં સફળ થઈ નંબર પ્રાપ્ત કરેલ તેજસ્વી વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. જી.પી.એસ.સી.વર્ગ -2 ની પરીક્ષામાં સફળ થવા બદલ વિનોદભાઈ ગોધાણી, રાજ્યકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનાર વિજયભાઈ દલસાણીયા, જિલ્લાકક્ષા શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક પારિતોષિક મેળવવા બદલ ગૌતમભાઈ ગોધવીયા અને બાળસાહિત્ય ક્ષેત્રે બાળકાવ્યોનું સર્જન કરી બે બાળકાવ્યસંગ્રહ પ્રકાશિત કરનાર કવિ સંજયભાઈ બાપોદરિયાનું મહાનુભાવોના હસ્તે ખાસ વિશિષ્ટ સિદ્ધિ સન્માન થયું. નિવૃત્ત થનાર શિક્ષકોને નિવૃત્તિ વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું. સમારોહમાં સમયસર ઉપસ્થિત રહેનાર 10 ભાગ્યશાળી સભાસદોને સરપ્રાઈઝ ગિફ્ટ અર્પિત કરવામાં આવી. આભારદર્શન સંદીપ બી.આદ્રોજા દ્વારા થયું.

આ સમારોહને સફળ બનાવવા માટે સંદીપ આદ્રોજા, હર્ષદ મારવણિયા, શૈલેષ ઝાલરીયા, દિનેશભાઈ વડસોલા, અશ્વિન એરણિયા, રમેશ કાલરીયા,સંજય બાપોદરિયા, કિરણ કાચરોલા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષ કાલરીયા,મુકેશ બરાસરા, રમેશ ભાટીયા,વિનોદ ગોધાણી,અશ્વિન દલસાણીયા,શશીકાંત ભટાસણા,રજનીકાંત કંડીયા, અશોક વસિયાણી,રાજેશ મોકાસણા વગેરે સૌ સમિતિ કન્વીનરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહ અંતર્ગત સ્થળ સૌજન્ય અજયભાઈ લોરીયા તેમજ ભોજન સમારંભ સૌજન્ય રાજેશભાઈ ઘોડાસરા અને શૈલેષભાઈ ધાનજાનું સન્માન કરવામાં આવ્યું. સમારંભનું સફળ સંચાલન શૈલેષ ઝાલરીયા દ્વારા કરવામાં આવ્યું. સ્ટેજ સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભ અને રાસોત્સવનું આયોજન થયું.અને પાટીદાર શિક્ષક સમાજ મોરબીની આગામી ચિંતન બેઠક આગામી ડિસેમ્બર માસમાં મળશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર