Friday, March 29, 2024

UV Club અમદાવાદના બે દિવસીય રાસોત્સવમાં 10,000 ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

નવરાત્રિ એટલે જગત જનની મા ઉમિયાની આરધનાનું પર્વ. અને એટલે જ વર્ષ 2022ની નવરાત્રિમાં UV Club અમદાવાદ ( ધ ક્લબ ઓફ ઉમાવંશી અમદાવાદ) દ્વારા ઓગણજ નજીક આવેલા 9 બ્રધર્સ ગ્રાઉન્ડમાં બે દિવસીય રાસોત્સવનું આયોજન કરાયું હતું.

આ બે દિવસીય રાસોત્સવમાં સૌરાષ્ટ્રથી આવી અને અમદાવાદમાં ધંધા અને નોકરી અર્થે વસેલા કડવા પાટીદાર સમાજના 12 હજારથી વધુ પરિવારોએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની શક્તિ ઉપાસનાનું નોરતું એટલે આઠમ અને નોમ. આ બંને દિવસે UV Club અમદાવાદ દ્વારા રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ બે દિવસીય રાસોત્સવમાં બંને દિવસે લગભગ 5 -5 હજાર ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં વસતાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના પરિવારોને ફ્રી પાસ અપાયા હતા.અને આ સમગ્ર કાર્યક્રમ ખુબ જ શ્રેષ્ઠ રીતે સફળ થયો હતો. UV Club અમદાવાદનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ. સમાજના યુવાનો મનોરંજનના માધ્યમથી સમાજ સાથે જોડાય અને આવનાર સમયમાં કડવા પાટીદાર સમાજની પરંપરાઓને સદીઓ સુધી જાળવી રાખે તે જ છે.


UV Club અમદાવાદની મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર બે દિવસીય રાસોત્સવમાં 108 મેનેજમેન્ટ ટીમના લગભગ 200થી વધુ યુવાનોએ સેવા આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ તેમજ સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુરતિયા અને ઉપપ્રમુખ નટુભાઈ પટેલ એવમ્ અમદાવાદના ડેપ્યુટી કમિશનર રમેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય રાસોત્સવથી સમાજના યુવાનો સંગઠિત થશે અને સંગઠન મજબૂત બનશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર