ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલભાઈ કગથરાનું અકસ્માતે અકાળે અવસાન થયું હોય જેની સ્મૃતિમાં તા. ૧૮ ને બુધવારના રોજ પાનેલી ગામે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. વિશાલભાઈ કગથરાની પુણ્યતિથી નિમિતે તા. ૧૮ ને બુધવારે સવારે ૦૮ : ૩૦ થી સાંજે ૫ કલાક સુધી પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસીને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવશે
જે સર્વરોગ નિદાન કેમ્પનો પાનેલી ગામ અને આસપાસના ગ્રામજનોએ લાભ લેવા જણાવ્યું હે તેમજ પાનેલી ગામના લોકો માટે સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...