મોરબી ACB પોલીસ દ્વારા જિલ્લા ફૂડ વિભાગના અધિકારીઓની હળવદના શીરોઈ ગામ પાસે ચેક કરવામ આવ્યા હતા. હાલ તેમની પાસે 6૭ હજાર થી વધુ રકમ પણ મળી આવી છે ત્યારે આ રકમ ક્યાંથી આવી ? અને કઈ રીતે આવી ? તે તપાસનો વિષય છે.
ગઇ કાલે એસીબી કન્ટ્રોલરૂમ ને ટેલીફોનીક ખાનગી બાતમી મળેલ કે હળવદ થી મોરબી રોડ પર ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબી ના અધિકારી, વેપારીઓ પાસેથી નાણાં મેળવી નીકળે છે. જેથી સરકારી પંચ સાથે રાખી પી. કે. ગઢવી PI-ACB મોરબી ના એ સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવી, કાર રોકી ચેકીંગ કરતાં, GJ-04-BE-5718 ની વોકસવેગન પોલો કાર મા હર્ષાબેન બી. પટેલ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ-૨ તથા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ચિરાગ નિમાવત ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કચેરી મોરબી ના ઓ પાસેથી મળી આવેલ રોકડ અનુક્રમે ૬૭૯૩૦/= તથા ૮૭૨૦/=નો સંતોષકારક ખુલાસો ન કરતાં, ભ્રષ્ટાચાર સબંધી શંકાસ્પદ ગણી, કબજે લઈ, મોરબી એસીબી પો. સ્ટે. માં જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામા આવેલ છે.
આ ઉપરાંત ACBના અધિકારીઓએ જણાવ્યું છે પણ લાંચ અંગેની કોઈપણ વિગત કે માહિતી મળે તો 1064 પર વિના સંકોચે સંપર્ક કરવો જેથી લાંચરૂશ્વતના દુષણને અટકાવી શકાય
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...