મોરબીના બાદનપર ગામે પત્નીને વાતોચીતો કરતા જોય જતા તેની શંકા રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના બાદનપર ગામની સીમમાં ખેતરના શેઢે યુવાનના નાના ભાઈને આરોપી તેની પત્ની સાથે અઠવાડિયા પહેલાં ખેતરના શેઢે વાતોચિતો કરતા જોઈ જતા તેની શંકા રાખી યુવાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનારે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બાદનપર ગામે રહેતા નરેન્દ્રભાઈ મોહનભાઈ સાવરીયા (ઉ.વ.૨૮) એ આરોપી જયેશ પરસોતમભાઇ સાવરીયા, કિશોર પરસોતમભાઇ સાવરીયા, રસીક બાબુલાલ સાવરીયા , લાલા બાબુલાલ સાવરીયા તમામ રહે. બાદનપર ગામ તા.જી.મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૧૨-૨૦૨૨ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીના નાના ભાઇ જયેશને આરોપી જયેશ પરસોત્તમભાઈ તેની પત્ની વૈશાલી સાથે અઠવાડીયા પહેલા ખેતરના શેઢે વાતોચીતો કરતા જોઇ જતા તેની શંકા રાખી ગઇ રાત્રીના રોજ ફરીયાદી તથા કાકા મનોજભાઇ તથા એમ બન્ને ખેતરનુ રખેવાળુ કરવા ગયેલ હોય ત્યા ઉપરોક્ત ચારેય આરોપી હાથમાં લાકડાના ધોકા લઇને ગયેલ અને ફરીયાદીને આરોપી જયેશએ ડાબા પગે તેમજ ડાબા હાથે લાકડાના ધોકાનો ધા મારેલ અને ફરીયાદી નીચે પડતા ઢીકા પાટુનો માર મારવા લાગેલ તેમજ સાહેદ મનોજભાઇને આરોપી જયેશ તથા કિશોરએ બન્ને હાથે લાકડાના ધોકા વતી માર મારતા નીચે પડી જતા આરોપી રસીક અને લાલાએ બન્ને સાથળના ભાગે લાકડાના ધોકા વતી માર મારવા લાગેલ અને શરીરે ઢીકાપાટુનો મુંઢ માર મારી સાહેદ મોહનભાઇને આરોપી જયેશ અને કિશોરે ભેગા મળી શરીરે લાકડાના ધોકા વતી માર મારી આરોપી જયેશે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને ડાબા પગે ફેકચર જેવી ઇજા પહોંચાડી હોવાની ભોગ બનનાર નરેન્દ્રભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
