Friday, March 29, 2024

મોરબી સીવીલ હોસ્પિટલમાં રાત્રે ડોક્ટરો અને સર્જનો હાજર રહી સારવાર આપે તેવી વ્યવસ્થા કરવા સામાજિક કાર્યકરોની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી સીવીલ હોસ્પીટલમા ખાટલે મોટી ખોટ સીવીલ હોસ્પીટલના તમામ ડોકટરો આવી ગયા હોવા છત દર્દીઓને રાજકોટ રીફર કરે છે તે અંગે તેમજ રાત્રીના સમયે નાના બાળકોને લઇને દેખાડવા આવે તો ડોકટરો તેઓને સવારે આવજો એમ કહીને સામાન્ય દવા આપી ઘરે વયા જાવ એમ કહે છે તો રાત્રીના સમયે ડોકટરો/સર્જન હાજર રહે અને સારવાર આપે એવી વ્યવસ્થા કરવા અંગે સામાજિક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી છે.

મોરબી શહેરની માત્ર એક સીવીલ હોસ્પીટલ કે જયા હાલ તમામ સ્ટાફ પુરતા પ્રમાણમાં આવી ગયેલ હોવા છતાં સામાન્યમાં સામાન્ય બીમારી માટે પણ રાજકોટ રીફર કરે છે અને હવે તો રાજકોટ વાળાઓ પણ કહે છે કે તમારે મોરબીમાં હવે તો સ્ટાફ પુરતો છે તો અહીંયા કેમ આવો છે ? ત્યાં જ સારવાર લીયો એવું કહે છે. ઉપરાંત આ અંગે પણ રાજકોટ પણ ઘણી વખત એવું બને છે કે સામાન્ય કે જે નાની અમથી બીમારી હોય ત્યાં આવી રીતે આમ જ કહે છે કે ભયંકર તથા ઇમજરન્સી હોય એમ કહી રાજકોટ જ રીફર કરે છે મોરબીની સીવીલ હોસ્પીટલમાં છેલ્લા ત્રણ માસથી સ્ટાફ આવી ગયેલ છે પરંતુ આવી રીતે સામાન્ય સારવારમાં પણ પ્રજાને રાજકોટ મોકલી હેરાન કરવામાં આવે છે. અને જેથી આ અંગે સીવીલ હોસ્પિટલ ડીનને ધ્યાન આપે અને વધુમાં એકસ રે વાળાને તાત્કાલીક ધોરણે રાત દિવસ ૨૪ કલાક કાર્યરત રહે તે રીતે ચાલુ રાખવા પણ સામાજીક કાર્યકરો પોતાની યાદીમા જણાવે છે. હાલ જે નવી હોસ્પીટલ બની છે તે સત્વરે ચાલુ કરવામાં આવે. ઉપરાંત પાર્કિંગના ભાગમાં દિવાલ ઉંચી કરાવવી જેથી આવારા તત્વોનો ત્રાસ દુર થાય અને આ અંગે યોગ્ય પગલા સત્વરે લેવા માટે સામાજીક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી છે.

સીવીલ હોસ્પિટલ ડીનને ધ્યાને આ આવેલ ન હોય એટલે રજુઆત છે હવે જો આ રજુઆત કરેલ જે અંગે સત્વરે પગલા લેશે એવી યાદીમાં જણાવે છે તથા ગાયનોક અને ઓથોપેડીક વિભાગ રાત્રીના સમયમાં પણ ચાલુ રહે તે માટે શરૂ કરવા અરજ તથા સામાન્ય શંકામા પણ રાજકોટ રીફર કરે છે તો એમ્બયુલન્સની જરૂરીયાત પડે ત્યારે રાજકોટ એમ્બ્યુલન્સ ગઇ હોય તો અહીંયા મોરબી સીવીલમાં અને એમ્બ્યુલન્સની પડે તે દર્દી હેરાન થાય છે. જેથી આ અંગે પણ યોગ્ય રજુઆત સામાજી કાર્યકરો રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી.બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચે સીવીલ હોસ્પિટલના ડીન અને મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર