મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર વયનિવૃત્ત થતા હોય, જેમને વર્ષો સુધી કે.ની.શિક્ષણ, કે.ની.વહીવટ,તાલુકા પ્રાથમિક અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે વિવિધ પદો પર રહી નિર્વિવાદ રહી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ હોય વય નિવૃત્ત થતા તેમનું શેષ જીવન પરિવાર સાથે સુખ,શાંતિ અને આનંદમયી રીતે પસાર થાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તા હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, સંદીપભાઈ લોરીયા, મહાદેવભાઈ રંગપડીયા, બળદેવભાઈ વગેરેએ વિદાયમાન આપેલ હતું.
મોરબી જીલ્લાના માળીયા તાલુકાના વવણીયા ગામ ખાતે તારીખ:- ૧૦/૦૭/૨૦૨૫ ને ગુરુવારે ના રોજ અલ્હાઝ સૈયદી સરકાર પીરો મૂર્શીદ પીર ખલીલ અહમદ કાદરીઉલ જિલ્લાની કલંદરી શાબરી નિઝામી અશરફી 7-SARAKAR-7 (ર.અ.) નો ઉર્ષ મુબારક ઉજવાશે
આ ઉર્ષ મુબારક માં તારીખ:-૧૦/૦૭/૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ સવારે ૯:૦૦ કલાકે વવણીયા ગામ ખાતે શાનદાર જુલસ...
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...