મોરબીના લાલપર નજીક સિરામિકની ઓરડીમાં યુવાને ગળેફાંસો ખાઈ આપધાત
મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રહેતો મુકેશભાઈ નારાયણસિંહ (ઉ.૨૫) એ ગત તા. ૩૦ ના રોજ ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે