મોરબી: મોરબીના વિવિધ શિવાલયોમાં આજ રોજ મહાશિવરાત્રીના મહાપર્વની હર હર ભોલેના નાદ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા મહાશિવરાત્રીના દિવસે ભાંગ સહીતનો પ્રસાદ વિતરણ કરી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.
મહાશિવરાત્રી એ હિન્દુ સંસ્કૃતિમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવની પૂજા કરે છે. આ તહેવાર વર્ષમાં એકવાર આવે છે અને દેશના લાખો લોકો આખો દિવસ અને રાત જાગતા રહીને ઉપવાસ કરીને ઉજવે છે. તેમજ દર વર્ષે, મહાશિવરાત્રી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે આવે છે, અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ રાત્રે ભગવાન શિવ તેમનું તાંડવ નામનું નૃત્ય કરે છે.આ તહેવાર વિશ્વમાંથી અજ્ઞાન અને અંધકારને દૂર કરવા માટે ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક વલણ ધરાવતા લોકો મહાશિવરાત્રીની રાહ જુએ છે અને માને છે કે આ તે દિવસ છે જ્યારે તેઓ ભગવાનની નજીક જવાની તેમની યાત્રામાં આધ્યાત્મિક શિખરો હાંસલ કરી શકે છે.
મોરબી સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે દેશભરમાં આજે મહાશિવરાત્રીના મહાપર્વ આસ્થા અને શિવ ભક્તિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના વિવિધ શિવાલયોમાં આજે સવારથી ભક્તો શિવના દર્શન કરવાં માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો દેવાધીદેવ મહાદેવના દર્શન કરીને ધન્ય થઈ ઉઠ્યા છે અને શિવમય બની ગય છે. ત્યારે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે મોરબીના વિવિધ શિવાલયોમાં સવારથી ભક્તોનો મહેરામણ ઉમટી પડયો હતો. મોરબીના વિવિધ શિવ મંદિરો રોશનીની ઝળાહળા થઈ ઉઠ્યા છે. શિવલિંગોને શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો બિલીપત્ર ચડાવી રહ્યા છે. શેરડીનો રસ, દુધ મિશ્રીત જળ અને દુધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. ભાંગ સહીતનો પ્રસાદ મેળવી ભક્તો શિવમય બની ગયા છે. અને મોરબીના વિવિધ શિવાલયોમાં ભાંગ સહીતનો પ્રસાદ વિતરણ કરી મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
