મોરબીની સબ જેલમાં બંધ આરોપીઓ પાસેથી મોબાઇલ મળ્યો: બે કેદી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શહેરમાં આવેલ સબજેલમાંથી એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળ્યો હતો જ્યારે બીજા કેદીએ જેલ સ્ટાફના અધીકારી સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી જેલ સહાયકે બંને કેદીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સબ જેલ સહાયક ભરતભાઇ અમુભાઈ ખાંભરા (ઉ.વ.૩૦) એ આરોપી મોરબી સબ જેલના કેદી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા તથા સુર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે બંને હાલ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે રાજ્યમાં જુદી જુદી જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતું હોય છે તે દરમ્યાન આરોપી જયરાજસિંહ જાડેજા પાસેથી પોતાના ગુપ્ત ભાગેથી સેમસંગ (ગેલેક્સી -એસ ૧૦) સ્કાય બ્લુ કલરનો મોબાઇલ ફોન ચાલુ હાલતમાં મળી આવ્યો હતો તેમજ આરોપી વિજયસિંહ એ ઉશ્કેરાઇ જઈ અસભ્ય ભાષામાં અપશબ્દ બોલી જેલ સહાયક સાથે ગેરવર્તન કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે જેલ સહાયક ભરતભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ.૫૦૪,૧૮૬.૧૮૮,૧૧૪ તથા પીઝન એકટ કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.