મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ કુમાર વિશ્વાસની ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા.૧૧ને શનિવારના રોજ મોરબીના સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) રવાપર-નડા રોડ, ખાતે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કવિ ડો.કુમાર વિશ્વાસ, અમિત શર્મા, કવિ ચેતન ચર્ચીત, કવિ સુમન સુબે, કવિ સુદીપ ભોલા, તેમજ કવિ જાની બજરંગી સહીતના સાહિત્યકારો પણ કલાના કામણ પાથરશે. ત્યારે આ કાર્યક્રમને લઇ મોરબીની જનતામાં પણ ખૂબજ ઉત્સાહ જેવા મળી રહ્યો છે. તેમજ કવિ કુમાર વિશ્વાસને રૂબરૂ સાંભળવા સાહિત્ય રસીકોમાં પણ આતુરતા જોવા મળી રહી છે. ત્યારે હાલ મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબીની જનતા પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેવા ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ પરથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે લેટેસ સ્પા નિચે રોડ...
મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ...