મોરબીમાં આજે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે દિનદયાળ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત કેસ ક્રેડિટ કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ જિલ્લા પંચાયત નાં અને નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં લાભાર્થીઓને લોન ના ચેકનું વિતરણ કર્યું હતું. તેમજ દરેક તાલુકા દીઠ ટેબલ ગોઠવી ને લાભાર્થીઓ ના ફોર્મ ભરીને મંજૂરીપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું આ તેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પોતાને લાભ મળે તેવા આશયથી આવ્યા હતા.
