મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનો છે.આ માટે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા હતા.
આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ મોરબી જિલ્લા પ્રભારી શિવાજી ભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવી હતું. જેમાં મુખ્ય મુદ્દો દિલ્હીથી પધારેલા માનનીય શિક્ષણ મંત્રીશ્રી મનીષ સિસોદિયા જી જ્યારે ગુજરાતના પ્રવાસ કરી ભાવનગરની અમુક સ્કૂલો ની મુલાકાત કરી અને તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવ્યો હતો જે નંબર પર તમામ કાર્યકર્તાઓ દ્વારા તેના ક્ષેત્રની તમામ સ્કૂલો ની મુલાકાત લઇ અને જે સ્કુલોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોય અથવા એ સ્કૂલનો બિલ્ડીંગ ખરાબ હોય તો તેમના ફોટા અને વિડીયો બનાવી તે નંબર પર મોકલવા જેથી કરી તે તમામ વિગતો આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી શ્રી સુધી પહોંચાડી શકે. આ પ્રેસ કોન્ફરન્સ પરેશભાઈ પારિયા, ચેતનભાઇ લોરીયા મોરબી જિલ્લા મંત્રી તથા ભવદીપ સિંહ ઝાલા મોરબી શહેર યુવા પ્રમુખ એ સંબોધી હતી જેમાં મોરબી જિલ્લા ટીમ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ટીમ તથા કાર્યકર્તાઓ હાજર હતા.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...
મોરબીના માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા નામના વૃદ્ધ પોતાના ઘર બહાર માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા...