મોરબીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં માળિયા ફાટક ચાર રસ્તાની બાજુમાં જાહેર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં માળિયા ફાટક ચાર રસ્તાની બાજુમાં જાહેર રોડ ઉપર આરોપી કપીલભાઈ સુરેશભાઈ પુજારા (ઉ.વ.૩૭) રહે. રીલીફનગર બ્લોક નં – ૧૩૩ રજેશ્રી વિદ્યાલયની બાજુમાં મોરબી -૨ વાળાએ પોતાના એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર – જી.જે-૦૩-એચ.બી.૮૫૮૯ કિં રૂ.૨૫,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૩૭૫ મળી કુલ કિં રૂ.૨૫,૩૭૫ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.