મોરબીમાં કરીશ્મા કારખાનાની ઓફીસમાં જુગાર રમતા રૂ. ૪૭,૦૦૦ના મુદામાલ સાથે છ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-રાજકોટ હાઇવે રોડ શકત શનાળાથી આગળ મોમાઇ મોટર્સ વાળી શેરીમાં આવેલ શ્રીજી એસ્ટેટ પ્લોટમાં આવેલ કરીશ્મા કારખાનામાં ચોકીદારી કરતો મામદભાઇ ખમીશા સંધી રહે ટંકારા સીવીલ હોસ્પીટલની બાજુમાં તા.ટંકારા જી.મોરબી વાળો કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે રેઇડ કરતા મામદભાઇ ખમીશા ભુંગર( રહે. ટંકારા), હીરાલાલ ભગવાનજીભાઇ ભાલોડીયા (રહે. ટંકારા)
, મણીલાલ ડાયાલાલ કુંડારીયા (રહે ટંકારા),મગનલાલ વાલજીભાઇ નારીયાણા (રહે. જબલપુર ઝાપાની બાજુમાં તા.ટકારા ), રફીકભાઇ આદમભાઇ સૌરવદી (રહે. ટંકારા)
, રામભાઇ નારણભાઇ ભાન ( રહે. ટંકારા) એમ કુલ-૭ ઇસમોને ગંજી પતાના પાના તથા પૈસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા રોકડા રૂ.૪૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ ૪-૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.