મોરબી: મોરબીમાં કડીવાર બંધુઓ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી જેમાં 51 નાળીયેરમાં કિડીયારૂ પુરી વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા અબોલ જીવોને ખોરાક મળી રહે તેવા હેતુથી કિડીયારુ પુરી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી.
વિપુલ કડીવાર અને સાગર કડીવાર દ્વારા મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં શીવલીંગની રંગોળી બનાવી કીડીયારું પુરીયુ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવો ને ખોરાક મળતો રહે તેવા હેતુથી મહાશિવરાત્રીના મહાપર્વની ઉજવણી કરી હતી.
