મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ૧ ઝડપાયો
ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં મુંબઈનું કનેક્શન ખુલ્યું
મોરબી ઉમા ટાઉનશીપ નજીક આવેલી આદર્શ સોસાયટીના ગેટ પાસેથી સિટી બી ડિવિઝન પોલીસે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સને ઝડપી લઈ મુંબઈના અન્ય એક શખ્સનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય એ દરમિયાન ઉમા ટાઉનશીપના આદર્શ સોસાયટીના ગેટ પાસે આરોપી ધવલ પરમાર મોબાઈલમાં ક્રિકેટ મેચ સટ્ટો રમતો હોવાની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી ધવલ પરમારે આરોપી ચિરાગ વિભાણી પાસેથી DIAMOND EXCH નામનુ આઇ.ડી.મેળવી તે આઇ.ડી.માં મોબાઇલ ફોનથી સંપર્ક સાધી મોબાઇલ ફોન દ્વારા તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ CSK & RCB વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડા રૂપિયા રૂ.૩૬૦૦/- મળી કુલ કી.રૂ.૮૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી ધવલ પરમારની ધરપકડ કરી હતી. જયારે આરોપી ચિરાગ વિભાણી રહે મુંબઈ વાળાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે