મોરબી : ગુજરાત રાજ્ય ની સ્થાપના તા.1લી મેં 1960ના રોજ રવિ શંકર મહારાજ ના હસ્તે થઇ હતી ગુજરાત ની આજ એક આગવી અસ્મિતા છે અને ગુજરાત ની પ્રજા ની એક આગવી ખુમારી છે
એટલે ગુજરાત માં ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી માં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વોર્ડ નંબર 11મા ટિફિન બેઠક યોજાઈ હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, કે.કે.પરમાર, નીરજભાઈ ભટ્ટ, ચંપકસિંહ રાણા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને કાર્યકર્તા મિત્રો વગેરે મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના લક્ષ્મણ ફાર્મ પર ટિફિન બેઠકમાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકના ઇન્ચાર્જ, મોરબી શહેર ઉપાધ્યક્ષ વનરાજસિંહ જાડેજા તથા મોરબી શહેર મંત્રી દીપકભાઈ સોમૈયા પણ ઉપસ્થિત હતા.
