મોરબી : મોરબીની વી.સી. હાઈસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિતે મોરબીના યુવા વકીલના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ન્યુમીસમેટીક ક્લબ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે મોરબીની વી.સી. ટેક્નિકલ હાઈસ્કુલ ખાતે પ્રથમ માળે આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રમાં આગામી તા. 18 મે ને બુધવારના રોજ સવારે 11 થી બપોરે 04 વાગ્યા સુધી મોરબીના યુવા વકીલ મિતેષ દવે અને દર્શન દવેના જુના ચલણી સિક્કા, નોટ્સ, ટપાલ ટિકિટ તથા ઔટોગ્રાફ સંગ્રહના એક દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ પ્રદર્શનને નિહાળવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી શહેર તેમજ જીલ્લામાં દારૂબંધી માત્ર નામની રહી છે અવારનવાર દારૂ ભરેલા ટ્રક ઝડપાઈ રહ્યા છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા રામકુવા વાડી શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ કિં રૂ. ૯૩૬૯ રૂપિયાનો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર...