મોરબીમાં મુનનગર ચોક લાતી પ્લોટ શેરી નં ૬ માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર એલસીબી પોલીસે રેડ કરી 25,50,995 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે મુંબઇની ઓઈલ કંપની નાં કર્મચારી એ આરોપી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ગત તા.8 એપ્રિલના રોજ લાતી પ્લોટ શેરી નં.-6માં, મુન નગર ચોકમાં આવેલ શિવમ પ્લાય અને હાર્ડવેરની બાજુમાં દિનેશભાઇ દલવાડીના ડેલામાં દરોડો પાડી મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર, રહે.મોરબી 102- શીવ હેરીટેઝ-બી આર.ડી.સી.બેન્ક નજીક રવાપર રોડ અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા, રહે.મોરબી રવાપર ધુનડા રોડ, સંકલ્પ એપાર્ટમેન્ટ, ચોથા માળે,બ્લોક નંબર-404 વાળને નામાંકિત કંપનીઓના ડુપ્લીકેટ ઓઇલ બનાવી વેચાણ કરતા ઝડપી લઈ રૂપિયા 25,50,995નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરમિયાન ડુપ્લીકેટ ઓઇલ કૌભાંડ મામલે મુંબઈના ઓઇલ કંપનીના કર્મચારી સચીન તાનાજી દેસાઇએ મેહુલભાઇ નરેન્દ્રભાઇ ઠકકર અને અરૂણભાઇ ગણેશભાઇ કુંડારીયા વિરુદ્ધ પોતાની કંપનીના તેમજ અન્ય કંપનીના બોગસ ડબ્બા, પાઉચ બનાવી ભેળસેળ યુકત ઓઇલ બનાવવા અને વેચાણ કરી કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૮૨, ૪૮૫, ૪૮૬, ૪૮૯,૧૧૪ તથા કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ-૬૩,૬૫ તથા ટ્રેડ માર્ક એક્ટ ૧૯૯૯ ની કલમ-૧૦૩, ૧૦૪, ૧૦૫ મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...