ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય ના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાશે

બગથળા હાઈસ્કૂલની વર્ષ ૧૯૭૬ ની ન્યુ એસએસસી વિદ્યાર્થી બેચ દ્વારા તા ૦૫ જુનને રવિવારે સવારે ૮ : ૧૫ કલાકે ભગવતી હોલ, વાવડી ચોકડી પાસે મોરબી ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ યોજાશે જેમાં ગુરુ વંદના કરીને આશીર્વાદ મેળવશે અને ગુરુજીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે જે કાર્યક્રમમાં પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થી અવસ્થાની યાદો તાજી કરશે
