મોરબીમાં બાઈક ચોરો બેફામ લાલપર કેનાલ પાસેથી બાઈકની ચોરી
મોરબી : મોરબી નજીકના મકનસર ગામ પાસે પ્રેમજીનગર નજીક રહેતા ફરિયાદી સંજયભાઈ ધીરુભાઈ ઝંઝવાડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે લાલપર કેનાલ પાસે આવેલ ઝેડ વિટ્રીફાઇડ નામના સીરામીક કારખાનાની બહાર ગેટ પાસે રૂપીયા-૩૦,૦૦૦/ ની કિંમતનું તેનું બાઇક સ્પેલન્ડર પ્લસ મો.સા રજી નંબર-GJ-36-AA-5793 એન્જીન નંબર-HA11EVL5L56031 તથા ચેસીસ નંબર-MBLHAW110L5L06357 પાર્ક કર્યું હતું. જેની સરાજાહેર ચોરી થઈ છે.
મોરબી તાલુકા પોલીસે આઈ.પી.સી.કલમ-૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.