મોરબી : મોરબી જીલ્લા બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આગામી 29 તારીખે બ્રહ્મસમાજ પરિવાર માટે પરશુરામધામ, નવલખી રોડ ખાતે સમુહ રાંદલનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાંદલ ઉત્સવમાં આચાર્યસ્થાને શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ (પીઠળવાળા) બિરાજશે. મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામ ખાતે આગામી તા. 29 મે ને રવિવારે બપોરે 12 કલાકે મહાપ્રસાદ, પૂજા આરંભ બપોરે 7-30 કલાકે, ગોરણી પગ ધોવાનો સમય સવારે 11 કલાકે અને રાંદલમાના ગરબા બપોરે 2-30 કલાકે યોજાશે જેથી આ સમુહ રાંદલ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા તથા ભોજન પ્રસાદમાં આવવા માટે બ્રહ્મસમાજ મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકરે આમંત્રણ પાઠવ્યું છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેર ની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવાકે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારો કે જે મોટે ભાગે માધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે. આવા વ્યવસાયો રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા...