Friday, July 4, 2025

મોરબીમાં મારામારી દેશીદારૂ ગુન્હાઓમા વારંવાર પકડાતા બે ઇસમને હદપાર કરાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ બે ઇસમને હદપાર કરતી મોરબી સીટી- એ ડીવિઝન પોલીસ.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ અકબરભાઇ હાસમભાઇ ઉર્ફે હાજીભાઇ સમા રહે. મોરબી લીલાપર રોડ સરકારી આવાસયોજના મકાનનં.બી-૧ ફલેટનં.૨૦૩, હરભજનસિંગ ઉર્ફે કુલદીપ ઉર્ફે ગેંડો ધવલસિંગ ખીચી રહે. મોરબી વીશીપરા હાઉસીંગ પાસે બાલા હનુમાનજીના મંદીર સામે વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ.ડીવી. મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરી સામાવાળા બંને ઇસમોને મોરબી જીલ્લા,રાજકોટ શહેર,રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર,કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી બંને ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવિજ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર