ઉનાળાના આકરાં તાપ અને કાળઝાળ ગરમી માં અબોલ પશુપંખીઓ નેં બહું હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખાસ કરીને પશુ અને પક્ષીઓને ભારે હાલાકી અને પીવાના પાણીની તકલીફ જોવા મળે છે જેમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પશુઓની તરસ છીપાવવા માટે શહેરના અનેક વિસ્તારમાં પાણીની ટાંકી મુકવામાં આવી હતી
જે સેવાકીય પ્રોજેક્ટમાં કવિતા મોડાણી, રંજના સારડા, ચંદા કાબરા, રેખા મોર, કુસમ મિશ્રા, નિશી બંસલ, બબીતા સાંધી, કલ્પના શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ મોરબીમાં સેવાકીય કાર્યો કરવા માટે નવી સંસ્થા શરુ કરી છે અને પ્રથમ પ્રોજેક્ટ પશુઓના લાભાર્થે સફળ રીતે સંપન્ન કરવામાં આવ્યો હતો
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હળવદ શહેરમાં મુખ્ય બજાર અને કોમર્શિયલ વિસ્તારમાં રાત્રી સફાઈ હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય વ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવામાં...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પ્રજા હિત માટે સતત કાર્યરત છે. વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સમયાંતરે ગામડાઓની મુલાકાત લઈ ગામની સવલતો અને ખૂટતી સુવિધાઓ સહિતની બાબતો અંગે અંગત રસ લઇ સમીક્ષા કરવામાં આવે છે. ત્યારે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિકલક્ષી સેવાઓના વિતરણને સુનિશ્ચિત કરવાના હેતુસર...