મોરબી : સમગ્ર દેશમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સતત બે વર્ષથી કોરોના મહામારી નાં કારણે મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી ઘરમાં જ કરી હતી આ વર્ષે કોરોના ગાઇડ લાઇન માં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા દેશભરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા ઉજવણી કરવામાં આવી હતી અને રમઝાન ઈદની ઉજવણી નિમિતે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.

મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસમાં તમામ રોઝા પૂર્ણ થયા બાદ આજે રમઝાન ઇદની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાંતિ અને કોમીએકતાની મિશાલ કાયમ રાખતા મોરબી શહેરમાં કોમી એખલાસભેર ઇદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે 8 વાગ્યે ગ્રીનચોક ખાતે આવેલ જુમ્મા મસ્જિદ ખાતેથી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ ઝુલુસ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇદગાહ દરગાહ ખાતે સામુહિક નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ સમગ્ર વિશ્વમાં અમન કાયમ રહે તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી. બાદ મુખ્યમાર્ગો ઉપર ઝુલુસ ફરી ખાખરેચી દરવાજા પાસે આવેલ હૈદરી મસ્જિદ પાસે પૂર્ણ થયું હતું. આ ઝુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણી રસીદમિયા મદનીમિયા બાપુની આગેવાની મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી હતી.
