મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબીમાં વીસીપરામા ઈમામના ઓટો નજીક સલીમ ઉર્ફે સલીયો જુસબભાઈ કટીયાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૯ બોટલો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જપ્ત કરી છે. જયારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરામા ઈમામના ઓટો નજીક સલીમ ઉર્ફે સલીયો જુસબભાઈ કટીયાના મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૨૯ કુલ કિં રૂ.૩,૦૭૬ નો મુદામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જપ્ત કરેલ છે. જયારે આરોપી સલીમ ઉર્ફે સલીયો જુસબભાઈ કટીયા રહે. ઈમામના ઓટો પાસે, વાડી વિસ્તાર મોરબી વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.